demo ads

Details about Jawahar navoday vidhayalay in Guajarati



પરીક્ષાર્થીઓ માટે સુચના 

1. કસોટીનું સ્વરૂપ 

એક જ સંયુક્ત પ્રશ્નપત્ર: 100 ગુણ]                                                                                     [ સમય ૨ કલાક 

વિભાગ 1 : માનસિક યોગ્યતા પરીક્ષા (40 પ્રશ્ન :50 ગુણ) 

            નવોદય વિદ્યાલયની પ્રવેશપરીક્ષાના પ્રશ્નપત્રમાં માનસિક યોગ્યતા પરીક્ષા વિભાગમાં કુલ 40 પ્રશ્નો હોય છે. આ તમામ પ્રશ્નો ફક્ત આકૃતિઓના જ હોય છે. આ પરીક્ષાનો હેતુ ઉમેદવારોની સુષુપ્ત દક્ષતાનું માપ કાઢવાનો હોય છે. આ વિભાગ કુલ દસ ખંડમાં વિભાજિત હોય છે. દરેક ખંડમાં ચાર-ચાર પ્રશ્નો હોય છે. 

વિભાગ 2 : અંકગણિત (20 પ્રશ્ન : 25 ગુણ) 

        આ પ્રશ્નપત્રમાંના અંકગણિત વિષય પર પૂછેલા પ્રશ્નોનો ઉદ્દેશ ઉમેદવારોની ગાણિતિક મૂળભૂત દક્ષતા અથવા કુશળતા તપાસવાનો હોય છે. 

    નોંધ : અંકગણિત વિષયની કસોટીમાં મુખ્યત્વે આકલન અને ઉપયોજન તથા કુશળતા પર જોર આપવામાં આવે છે.  



વિભાગ ૩: ભાષા (ગુજરાતી) (20 પ્રશ્ન : 25 ગુણ) 

        આ પ્રશ્નપત્રમાંના ભાષા (ગુજરાતી) વિષય પર પૂછેલા પ્રશ્નોનો ઉદ્દેશ ઉમેદવારોની વાચન-આકલનનું માપ કાઢવાનો હોય છે. કસોટીમાં ચાર ફકરાઓ હોય છે. પ્રત્યેક ફકરાની નીચે પાંચ પ્રશ્નો આપેલા હોય છે. ઉમેદવારોએ પ્રત્યેક ફકરો ધ્યાનપૂર્વક વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે.


2. પ્રશ્નો સંબંધિત સૂચનાઓ 

(અ) ઉમેદવારે પ્રશ્નોના ઉત્તર લખવાની શરૂઆત કરતા પહેલાં ઉત્તર-પુસ્તિકાના પ્રથમ મુખપૃષ્ઠ ઉપર આપવામાં આવેલી સામાન્ય સૂચનાઓ તેમજ પ્રત્યેક કસોટી વિભાગમાં શરૂઆતમાં આપેલી સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી 

(બ) હવે પ્રત્યેક પ્રશ્ન 1.25 ગુણનો થશે. Negative marking નથી. 

(ક) પ્રત્યેક પ્રશ્ન ઉકેલવા માટે અંદાજે દોઢ મિનિટ લાગે છે, એમ માની લેવામાં આવે છે. માટે ઉમેદવારોએ એક જ પ્રશ્ન માટે વધારે સમય વેડફવો નહીં. જો કોઈ પણ પ્રશ્ન અઘરો લાગે, તો તેના ઉકેલ માટે સમય ન બગાડતાં આગળના પ્રશ્ન પર ધ્યાન આપવું. તમામ પ્રશ્નો ઉકેલ્યા બાદ બાકી રાખેલા પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્ન કરવો. આમ કરવાથી સમયની બચત થાય છે. 

(ડ) સંપૂર્ણ પરીક્ષાનો સમયગાળો કુલ 2 કલાકનો હોય છે, તેમાં વચ્ચે કોઈ વિરામ હોતો નથી. 

(ઇ) ઉમેદવારો કુલ સમયને ગમે તે પ્રમાણે ગોઠવી શકે છે, છતાં તેમણે ત્રણેય પરીક્ષાઓમાં અલગ અલગ રીતે પાસ થવું જરૂરી હોવાથી ફાળવવામાં આવેલા સમયને વળગી રહેવું. 

(ઈ) દર 30 મિનિટે ઘંટ વગાડવામાં આવે છે. 

(ઉ ) ( 1 ) યોગ્ય પ્રવેશપત્ર બતાવ્યા સિવાય ઉમેદવારને પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવતો નથી. 

(2) પરીક્ષા શરૂ થઈ ગયા બાદ 30 મિનિટ પછી કોઈ પણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવતો નથી. 
(૩) પરીક્ષા શરૂ થઈ ગયા બાદ કોઈ પણ ઉમેદવાર 30 મિનિટ સુધી પરીક્ષાખંડ છોડી શકશે નહીં. 

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશપરીક્ષા સંબંધી માહિતી 


1. યોજના અને વ્યાપ્તિ 

1. પ્રસ્તાવના : શિક્ષણના રાષ્ટ્રીય ધોરણમાં સર્વને સમાન શૈક્ષણિક તક આપીને રાષ્ટ્રીય એકાત્મતા નિર્માણ કરવા માટે આ તત્ત્વ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. આ તત્ત્વને ટેકો આપવા માટે ભારત સરકારે જવાહર નવોદય વિદ્યાલય યોજના શરૂ કરી છે. નવોદય વિદ્યાલયમાં છઠ્ઠા ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત છોકરા છોકરીઓ માટે સ્વતંત્ર વસ્તીગૃહયુક્ત વિદ્યાલયો છે. આ વિદ્યાલયોમાં બધા જ વિષયોને લગતું શિક્ષણ, નિવાસ (આવાસ), ભોજન, પુસ્તકો, શિક્ષણસાહિત્ય અને ગણવેશ વિનામૂલ્યે પૂરાં પાડવામાં આવે છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ મંડળ, નવી દિલ્લીની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાંત પરીક્ષા સુધીની તૈયારીઓ વિદ્યાલય કરે છે. વિદ્યાર્થીઓનું છઠ્ઠા ધોરણ પહેલાનું શિક્ષણ મોટા ભાગે માતૃભાષા દ્વારા થયેલું હોય છે, તે બાબત ધ્યાનમાં રાખીને આઠમા ધોરણ સુધીના શિક્ષણનું માધ્યમ માતૃભાષા (પ્રાદેશિક ભાષા) જ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો અંગ્રેજીમાં અને સમાજશાસ્ત્ર વિષય હિંદીમાં શીખવવામાં આવે છે. અહીંથી જ વિદ્યાર્થી દસમા અને બારમા ધોરણ માટે કેન્દ્રીય માધ્યમિક પરીક્ષા મંડળની પરીક્ષામાં બેસી શકે છે. 

2. યોજનાનાં ઉદેશ્યો  : (અ) શિક્ષણના વિશેષ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય એકાત્મતામાં વૃદ્ધિ કરવી. 

(બ) મુખ્યત : દુર્બળ ઘટકોમાંના અને ગ્રામીણ વિભાગમાંના વિદ્યાર્થીઓની પ્રજ્ઞાનું જતન કરવું. 

(ક) બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમને યોગ્ય અને મોભાદાર શિક્ષણ આપવું. 

(ડ ) ઇતર સંસ્થાઓ માટે પ્રેરણાદાયી, માર્ગદર્શક અને આદર્શ બને એવી રીતે આવી સંસ્થાઓ જિલ્લાસ્તરે સ્થાપવી. 

૩. વ્યાપ્તિ : સંપૂર્ણ ભારતમાં પ્રત્યેક જિલ્લામાં એક ‘જવાહર નવોદય વિદ્યાલય' શરૂ કરવાનું નક્કી કર્યું છે. 

યોગ્ય ક્ષમતા ધરાવતા ઉમેદવાર મળ્યા પછી પ્રત્યેક જવાહર નવોદય વિદ્યાલયના છઠ્ઠા ધોરણના વર્ગમાં વધારેમાં વધારે 80 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. 

આ વિદ્યાર્થીઓ માટે ધોરણ 6થી 8 સુધીનું શિક્ષણ મફત હોય છે, જ્યારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ દર મહિને ૬ 600 ફી ભરવી પડે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, છોકરીઓ અને જે વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક દરિદ્રતાની સપાટીની નીચે હોય તે બધાની ફી માફ કરવામાં આવે છે, 

2. પસંદગી અને પ્રવેશ માટેની શરતો 

(૧ ) આ પરીક્ષા સ્પર્ધાત્મક હોવાને કારણે ઉમેદવારે ફક્ત પરીક્ષામાં ઉત્તીર્ણ થવું પૂરતું નથી. વધારેમાં વધારે ગુણ મેળવીને ગુણવત્તા યાદીમાં તેણે ઉપરનો ક્રમાંક મેળવવો પણ આવશ્યક છે. 

(૨ ) પરીક્ષામાં અધિક ગુણ મેળવ્યા એટલે જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મળશે જ એવું માની લેવું નહીં. પ્રત્યક્ષ પ્રવેશ મેળવતી વખતે સમિતિએ નક્કી કરેલ યોગ્ય પ્રમાણપત્ર રજૂ કર્યા પછી જ પ્રવેશ મળી શકે છે. 

(૩ ) પ્રત્યક્ષ પ્રવેશ આપતી વખતે જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય બધાં જ પ્રમાણપત્રો તપાસીને ખાતરી કરે ત્યાં સુધી, જવાહર નવોદય વિદ્યાલયમાં કરેલી પસંદગી હંગામી હોય છે, એમ સમજવું. 

(૪ ) કોઈ પણ પ્રકારની ફરિયાદ બાબત જવાહર નવોદય વિદ્યાલય સમિતિનો નિર્ણય છેવટનો અને બંધનકર્તા હોય છે. 

(૫ ) ફક્ત પસંદગી પામેલા ઉમેદવારોનાં પરિણામ જસંબંધિત જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય જિલ્લા શિક્ષણાધિકારી/ ક્ષેત્રીય સલાહકારને જણાવવામાં આવે છે. 

(૬ ) પસંદ થયેલા અને નાપસંદ થયેલા ઉમેદવારોના ગુણ જણાવવામાં આવતા નથી. આમ છતાં; પસંદગી પરીક્ષાનું પરિણામ દૂરદર્શન, આકાશવાણી અને વિવિધ વૃત્તપત્રો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. કોઈ પણ કારણસર વિદ્યાર્થીની બદલી બીજા નવોદય વિદ્યાલયમાં કરવામાં આવતી નથી. 

(૭ ) ઉત્તર-પુસ્તિકાની ફેર-તપાસણી માટે કોઈ પણ વ્યવસ્થા નથી. સંગણક (કમ્પ્યૂટર) પર પરિણામ તૈયાર થતું હોવાથી, ફરીથી ગુણના સરવાળાની તપાસણી આવશ્યક હોતી નથી, કારણ કે પરિણામ તૈયાર કરતી વખતે તેના પ્રત્યેક સોપાન ચોક્કસપણે તપાસવાની કાળજી લેવામાં આવે છે. 

(૮ ) કોઈ પણ પ્રકારની તપાસ કરાવતી વખતે ઉમેદવારે તેનું નામ, ક્રમાંક સાથે કેન્દ્રક્રમાંક, જૂથ, જિલ્લો અને રાજ્યની માહિતી આપ્યા સિવાય તેના પર ધ્યાન આપવામાં આવતું નથી. 

(૯ ) ઉમેદવારે અને વાલીએ આ વાત ધ્યાનમાં રાખવી : નવોદય વિદ્યાલયના નિયમાનુસાર અને રાષ્ટ્રીય એકાત્મતા જાળવી રાખવાની દૃષ્ટિએ એક નવોદય વિદ્યાલયમાંનો વિદ્યાર્થી નવમા ધોરણ(IX)માં જાય, કે તેને બીજા નવોદય વિદ્યાલયમાં મોકલવામાં આવે છે. જો વિદ્યાર્થી સ્થળાંતર થવા માટે ના પાડે, તો તેને નવોદય વિદ્યાલયમાં આગળ ભણવાની પરવાનગી આપવામાં આવતી નથી. 

(૧૦ ) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારની પસંદગી થાય, તો તેણે જાતિનું પ્રમાણપત્ર પ્રવેશ મેળવતી વખતે રજૂ કરવું પડે છે. આવું પ્રમાણપત્ર પ્રવેશવર્ષની તારીખ 30 માર્ચ પહેલાં સક્ષમ અધિકારી પાસેથી મેળવવું પડે છે. આમ, તેણે પ્રવેશ મેળવતી વખતે જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યને જાતિ પ્રમાણપત્ર આપવાનું આવશ્યક છે. 

૩. અરજી કેવી રીતે કરવી? 

1. પાત્રતા : જવાહર નવોદય વિધાલય માટેની પાત્રતા નીચે પ્રમાણે છેઃ 

સર્વ ઉમેદવારો માટે (૧ ) પાંચમું ધોરણ પાસ કર્યા પછી જવાહર નવોદય વિદ્યાલયમાં છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ એક પરીક્ષા (જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશપરીક્ષા) આપવી પડે છે. આ પરીક્ષામાં સફળતા મેળવ્યા પછી ગુણના આધારે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ આપવામાં આવે છે. 

(૨ ) જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયનું અસ્તિત્વ હોય, તે જ જિલ્લામાં ઉમેદવાર પ્રવેશને પાત્ર ગણાય છે. 

(૩ ) ઉમેદવાર જે જિલ્લામાં માન્યતાપ્રાપ્ત શાળામાં પાંચમા ધોરણમાં ભણતો હોય, તે જ જિલ્લામાં પસંદગી પરીક્ષામાં તે બેસી શકે. શાસને અથવા સક્ષમ અધિકારીઓએ માન્યતા આપેલી શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશપરીક્ષામાં બેસવાનો અધિકાર રહે છે. ઉમેદવારને છઠ્ઠા ધોરણમાં પ્રત્યક્ષ પ્રવેશ પાંચમું ધોરણ ઉત્તીર્ણ થયા પછી જ મળે છે. 

(૪ ) પ્રવેશ મેળવનાર ઉમેદવારની ઉંમર, તે વર્ષના મે મહિનામાં નવ વર્ષ કરતાં ઓછી અથવા તેર વર્ષ કરતાં અધિક હોવી જોઈએ નહીં. આ શરત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સહિત સર્વ ઉમેદવારોને લાગુ પડે છે. 

(૫ ) પ્રવેશ મેળવનાર ઉમેદવાર, પ્રવેશ મેળવતા પહેલાં ત્રણ વર્ષમાં અનુક્રમે ત્રીજું, ચોથું અને પાંચમું ધોરણ શાસનમાન્ય શાળામાં પ્રત્યેક વખતે પૂર્ણ વર્ષ ભણીને ઉત્તીર્ણ થયેલો હોવો જોઈએ. 

(૬ ) ઉમેદવાર કોઈ પણ પરિસ્થિતિમાં બીજી વખત પરીક્ષામાં બેસી શકશે નહીં. 

ગ્રામીણ ઉમેદવારો માટે : ( અ ) પ્રત્યેક જિલ્લામાં લગભગ 75% જગ્યા ગ્રામીણ ભાગના ઉમેદવારોને આપવામાં આવે છે અને બાકીની જગ્યા જિલ્લાના શહેરી વિભાગમાંથી ભરવામાં આવે છે. વિશેષ પરિસ્થિતિમાં આરક્ષિત જગ્યાના પ્રમાણમાં ફેરફાર કરી શકાય છે. 

(ક) ઉમેદવારે ગ્રામીણ વિભાગમાંથી ત્રીજા, ચોથા અથવા પાંચમા ધોરણનું, શિક્ષણ શાસનમાન્ય શાળામાંથી તેમજ ‘સર્વશિક્ષા અભિયાન' અથવા 'રાષ્ટ્રીય મુક્ત શિક્ષણ સંસ્થા'માં કર્યું હશે, તો જ ગ્રામીણ જગ્યા માટે તેની અરજી પર વિચાર કરવામાં આવશે. 

શહેરી ઉમેદવારો માટે : ઉમેદવારે ત્રીજા, ચોથા અને પાંચમા ધોરણમાંથી એકાદ વર્ષ અથવા એક દિવસ જો શહેરી વિભાગમાં અધ્યયન કરેલું હશે, અગર શહેરી વિભાગમાંથી તે એકાદ ધોરણ ઉત્તીર્ણ થયેલ હશે, તો જ તેને ‘શહેરી’ વિભાગમાંનો સમજવામાં આવે છે. 

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તથા છોકરીઓ માટે અનામત જગ્યા: 
(અ) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે અનામત જગ્યાની વ્યવસ્થા હોય છે. (બ) છોકરીઓ માટે અનામત જગ્યાની વ્યવસ્થા હોય છે. 

(ક) અન્ય કોઈ પણ પછાતવર્ગીય માટે (ઓ.બી.સી.) અને ભટકતી જનજાતિ માટે અથવા વિમુક્ત જાતિ માટે અનામત 

જગ્યા રાખવામાં આવતી નથી. 

(ડ) શારીરિક દૃષ્ટિએ અપંગ બાળકો માટે અનામત જગ્યાની વ્યવસ્થા હોય છે.
2. પ્રવેશ અરજીપત્ર ક્યાં મળે છે? www.navodaya.gov.inના સંકેતસ્થળ પરથી પ્રવેશ અરજીપત્ર મેળવી શકાય છે. 

3. પ્રવેશ અરજીપત્ર મોક્લવાની વિધિઃ www.navodaya.gov.in વેબસાઈટ  ખોલીને ઑનલાઇન દ્વારા પ્રવેશ અરજીપત્ર ભરી શકાય છે. સંબંધિત કાગળપત્ર અને ફોટો પણ ઑનલાઇન દ્વારા મોકલી શકાય છે. પ્રત્યેક જવાહર નવોદય વિદ્યાલયમાં ઑનલાઇન અરજી કરવાની સગવડ કરવામાં આવશે. 

4. પ્રવેશપત્ર વિતરણ : ઑનલાઇન સંકેતસ્થળ પરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકાય છે. 

5. પસંદગીની પરીક્ષાનું પરિણામ : આ પરિણામ – (1) જવાહર નવોદય વિદ્યાલય, (2) જિલ્લા શિક્ષણાધિકારી કાર્યાલય, (3) જિલ્લાધિકારી, (4) ઉપસંચાલક, જવાહર નવોદય વિદ્યાલય સમિતિ, પુણે-29 કાર્યાલય તેમજ 

(5) www.navodaya.gov.in વેબસાઈટ  પરથી પણ જોઈ શકાય છે.

માહિતી સોર્સ: નવનીત 

Post a Comment

0 Comments