demo ads

Why ISRO's SSLV Mission failed?


શા માટે અસફળ રહ્યુ ઈસરો નું SSLV મિશન? 

ઈસરો સેટેલાઇટ છોડવા માટે PSLV, GSLV, GSLV III લોન્ચ વિહિકલ નો ઉપયોગ કરે છે એમાં એક નવુ અપડેટ વર્ઝન એટલે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વિહિકલ(SSLV).

સેટેલાઈટને અવકાશમાં તરતો મુકવા માટેની તમામ પ્રોસેસ બરાબર હતી માત્ર લાસ્ટ સ્ટેજમાં એંગલ ચેન્જ કરવામાં થોડીક ભૂલ થઈ ગઈ તેથી સેટેલાઈટ નો ડેટા લોસ થઈ ગયો.

આઝાદીના 75 માં વર્ષે આપણે આ વખતે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે પૂરા ભારતની 75 સ્કૂલમાંથી 750 જેટલી છોકરીઓને સિલેક્ટ કરવામાં આવી હતી. આ છોકરીઓએ એક નેનો સેટેલાઈટ બનાવ્યો હતો જેનું નામ રાખવામાં આવ્યું હતું આઝાદ સેટ. 

આ લોન્ચ વ્હીકલ દ્વારા અન્ય એક સેટેલાઈટ પણ લોન્ચ કરવાનો હતો જેનું નામ હતું અર્થ ઓબ્ઝર્વેટરી સેટેલાઈટ (EOS) 

સેટેલાઈટ બનાવવા કરતાં લોન્ચ વિહિકલ બનાવવામાં વધુ ખર્ચ થાય છે અને વધુ ટેકનોલોજી નો ઉપયોગ કરવો પડે છે. ભારતે પોતાનો પ્રથમ સેટેલાઈટ આર્યભટ્ટ 1975 માં બનાવ્યો હતું. પરંતુ તેને રશિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. 

ભારતનું સૌથી સફળ રોકેટ છે પીએસએલવી.
જેનું તાજુ ઉદાહરણ છે મિશન મંગળ યાન. (MOM)

ભારત અત્યારે PSLV, GSLV,GSLV III જેવા લોન્ચ વ્હીકલ નો ઉપયોગ કરે છે પરંતુ કોસ્ટ ઘટાડવા માટે SSLV બનાવવામાં આવ્યું છે. 

આ લોંચ વિહિકલ ચાર સ્ટેજમાં વિભાજિત કરવામાં આવ્યું છે.
જેની લંબાઇ= ૩૪ મીટર
વ્યાસ= ૨ મીટર
વજન = ૧૨૦ ટન
પેયલોડ= ૫૦૦ કિલોગ્રામ( સેટેલાઇટ લઈ જવાની ક્ષમતા)
કોસ્ટ=૩૦ કરોડ
સ્ટેજ=૩+૧ 
આ રોકેટ 500 કિલોમીટરની ઊંચાઈ સુધી સેટેલાઈટને લઈ જઈ શકે છે. 

સેટેલાઈટ બનાવવા કરતાં સૌથી અગત્યની વસ્તુ છે સેટેલાઈટને અવકાશમાં તરતો મૂકવો.
ભારતના બનાવેલા સેટેલાઈટને અન્ય સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવે તો સેટેલાઈટ બનાવવા કરતાં લોન્ચ કરવાનો ખર્ચ ખૂબ વધી જાય છે.

SSLV મા 
પ્રથમ ત્રણ સ્ટેજમાં સોલિડ ફ્યુલ HTPB (Hydroxyl-terminated polybutadiene)વાપરવામાં આવે છે. આ ફયુલ ને કન્ટ્રોલ કરી શકાતુ નથી .

  
આ લોન્ચ વ્હીકલમાં પ્રથમ ત્રણ સ્ટેજ તો બરાબર ચાલ્યા
પરંતુ જે પણ પ્રોબ્લેમ થયો એ ચોથા સ્ટેજમાં થયો
ચોથા સ્ટેજ ને VTM કહેવામાં આવે છે.
(Velocity Trimming Module)
ચોથું સ્ટેજ 20 સેકન્ડ સુધી કામ કરવાને બદલે માત્ર એક સેકન્ડ સુધી ચાલ્યું.
સેટેલાઈટ જ્યારે લોન્ચ વ્હીકલ થી છૂટો પડે ત્યારે સર્ક્યુલર પાથમાં ઘૂમવો જોઈએ એને બદલે લંબવૃતિય પાથ મા ઘૂમવા લાગ્યો 
જેને કારણે સેટેલાઈટ નો ડેટા લોસ થઈ ગયો અને સેટેલાઈટ પ્રશાંત મહાસાગરમાં પડી ગયો. 

જે સેટેલાઈટ પૃથ્વીની નજીક હોય છે તે સર્ક્યુલર પાથ પર ગતિ કરે છે જેમ કે પોલાર સેટેલાઈટ. 

જે સેટેલાઈટ પૃથ્વી થી દૂર હોય છે તે લંબવૃતિય કક્ષામાં ગતિ કરે છે જેમ કે સંદેશા વ્યવહાર માટે વપરાતા સેટેલાઈટ 

પ્રોબ્લેમ એ થયો કે સર્ક્યુલર પાથ પર ચાલવાને બદલે લંબવૃતિય પાથ પર સેટેલાઈટ ચાલવા લાગ્યો.
પ્રાથમિક કારણે એવું માનવામાં આવે છે કે સેન્સરમાં ખરાબી હોવાને લીધે આવું થયું બન્યું છે . 

જોકે એક સમયે આ સેટેલાઈટ કાર્મલ લાઈને પણ પાર કરી ગયો હતો. કાર્મલ લાઈન વિશે અલગ પોસ્ટ લખીશ. 

SSLV લોન્ચ વહીકલ બનાવવાની જરૂર કેમ પડી?

આ લોંચ વિહિકલ ઓછા સમયમાં બની જાય છે અને ઓછા ખર્ચમાં બને છે. 

મોર્ડન ટેકનોલોજીમાં બધી જ વસ્તુઓ નાની થતી જાય છે અને કામ કરવાની ક્ષમતા પહેલા કરતા ખૂબ વધારે હોય છે . 

જો SSLV મિશન સફળ થઈ જાય તો તેનાથી ભારતને ખૂબ વધારે વિદેશી હૂંડિયામણ આવવાની શક્યતા છે.
કરણ કે ભારત અન્ય દેશ ના સેટેલાઈટ લોન્ચ કરીને ખૂબ પૈસા કમાઈ શકે છે. અગાઉ પણ આપણે આવું કરી ચૂક્યા છીએ.

ભારતનું નેક્સ્ટ મિશન છે નેનો સેટેલાઈટ લોન્ચ વ્હીકલ
(NSLV) જેની કિંમત માત્ર પાંચ કરોડ રૂપિયા છે.

હે ભારત ની દીકરીઓ તમે નિરાશ ન થશો 
સંપર્ક તૂટ્યો છે સંકલ્પ નહિ.
ફરી એક વખત પ્રયાસ કરીશું
સફળ થઈશું.

માહીતી સોર્સ: ઈસરો ઓફોસિયલ સાઈટ

© Jignesh sanchaniya

Post a Comment

0 Comments