demo ads

Respect the Nation anthem

રાષ્ટ્રગાન નું સન્માન 

શાળામા ભણતા એ દિવસો દરમ્યાન જ એક વાત ની ગાંઠ મન મા બાંધી લીધી કે #રાષ્ટ્રગાન ચાલતું હોય તો જે જગ્યાએ હોય ત્યાં ઉભુ રહી જવું. 

અને અમારી #બહાઉદ્દીન કોલેજમાં તો પ્રાર્થના ને પણ એટલું મહત્વ આપવામાં આવતું , મુખ્ય ગેટ થી પ્રવેશ કરે અને ત્યાં સુધી પણ પ્રાર્થના સંભળાય તો ત્યાં ઊભા રહી જતા. 

વર્ષ ૨૦૧૬ ડિસેમ્બર મા મને #પ્રાંસલા શિબિર મા જવાનો મોકો મળ્યો. અને મારી ડયુટી હતી #ઈસરો નું પ્રદર્શન સંભાળવાનું, હુ ટીમ લીડર હતો મારી નીચે ભારત ના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા ૧૫ વિદ્યાથીઓ હતા. 

ઈસરો નું પ્રદર્શન જોવા માટે આર્મી, નેવી, એરફોર્સ ના અલગ અલગ જવાન ત્યાં આવતા હોય અમારી સાથે ચર્ચા કરતા હોય . ચર્ચા અને સંવાદ ચાલુ હોય. 

જે જગ્યાએ મુકેશ ખન્ના (#શક્તિમાન) ની સ્પીચ ચાલુ હતી ત્યાંથી અમારું પ્રદર્શન થોડું જ દૂર હતું. સેસન પૂરુ થયા બાદ રાષ્ટ્રગાન શરૂ થયું અમારી સાથે ત્યાં ઈસરો ના વૈજ્ઞાનિકો અને આર્મીના જેટલા પણ લોકો ત્યાં બેસીને ચર્ચા કરતા હતા તેઓ એક સાથે ઉભા થઇ ગયા. આ દ્રશ્ય જોઈને રાષ્ટ્રગાન પ્રત્યે મારું માન ખૂબ વધી ગયું. 

આજ વસ્તુ અને આદત મારી શાળા ના બાળકો મા પણ વિકસે એના માટે મે ખુબ પ્રયત્નો કર્યા. અને એમાં ઘણી બધી સફળતા મળી. 

દેશ ની કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય ખાનગી, અર્ધ સરકારી કે સરકારી ત્યાં રાષ્ટ્રગાન ફરજિયાત વાગવું જ જોઈએ. 

તમે કોઈ પણ જગ્યાએ રસ્તામાં ચાલતા હોય , ટીવી મા મેચ દરમ્યાન રાષ્ટ્રગાન સંભળાય તો શું તમે એને સન્માન આપવા તમારી જગ્યા પર ઊભા થઈ જાવ છો? 

કોઈ ના જબરદસ્તી થોપવા થી રાષ્ટ્રભાવના નથી આવતી એનો જન્મ તો અંદર થી થાય છે. 
મને ખૂબ ગર્વ છે કે દીવસ મા એક વખત મને એ ધૂન ને સાંભળવાનો મોકો મળે છે.

© જિજ્ઞેશ

Post a Comment

0 Comments