demo ads

Government work is God's work



અવાર નવાર મં મા એવો પ્રશ્ન થાય કે આ દેશ કોના આધારે ચાલે છે? કપટી લોકો ની વચ્ચે કામ કરવુ અઘરું છે. એ દીવસ હુ કયારેય ન ભૂલી શકુ , એક અપંગ માણસ મામતલદાર સાહેબ પાસે આવે છે, રાશનકાર્ડ ના કામ માટે. ઓફિસ બંધ થવાનો સમય હતો , સાહેબ પણ નીકળવાની તૈયારી મા હતા , સાહેબ ની ટ્રાન્સફર નો ઓર્ડર થઈ ગયો તો હવે વિદાય લેવાનો સમય હતો. 

સાહેબે મનોમન નકકી કરી લીધું કે કાઈ પણ થાય આ વ્યકિત નું રાશનકાર્ડ બનાવીને જ આપડે બઘા અહીથી છૂટા પડશું.
અરજદાર ચાલી શકે એ સ્થિતી મા ન હતો. એના માટે જે પણ  ડોક્યુમેન્ટ બનાવવા નું જરૂર પડી તાત્કાલિક તમામ કર્મચારી, ક્લાર્ક ને ઓફિસ મા હાજર કર્યા , ત્યાને ત્યાં એના બધા જ કાગળો તૈયાર કરી આપ્યા. 

સાહેબે કીધુ ભલે મારી બદલી નો ઓર્ડર થઈ ગયો, પણ મારી વિશેષ સતા નો ઉપયોગ કરી ને આ વ્યકિત નું કામ કરી આપીશ , ખાલી હાથે ન જવો જોઈએ એનો ધક્કો વસૂલ થવો જોઈએ. સાહેબ એ વ્યકિત ની આંખો વાંચી લીધી એના ચહેરા ના હાવભાવ સમજી ગયા , કેટલી આશા સાથે આવ્યો છે. નિરાશ થઈ ને પાછો જવો ના જોઈએ. 

મોટે ભાગે ક્યારે સરકારી કચેરી નું નામ સંભળાય એટલે સૌથી પેલા એક જ ચિત્ર મગજ મા આવે.
લાંબી લાઈન
આ કાગળ ઘટે
આ નહિ ચાલે
કાલે આવજો
સાહેબ નથી
સમય પૂરો થઈ ગયો
આવી છબી ના લીધે લોકો કંટાળી ગયા છે હવે કચેરીનું નામ સાંભળીને. 

સરકાર મા રહેલા જ કેટલાક આવા પણ લોકો હોય છે જેને કહેવાય ખારા દરિયામાં મીઠી એક વીરડી . આવા લોકો ને લીધે જ આ દેશ ટકી રહ્યો છે. જેને ક્યાક ને ક્યાંક લોકો પ્રત્યે સંવેદના છે , માનવતા છે. દુનિયાનો સૌથી મોટો ધર્મ છે માનવતા , સરકાર મા આવા લોકો ની ખૂબ જરૂર છે ગુડ ગવર્નન્સ માટે આ પણ જરૂરી છે. 

હુ ખૂબ લકી છું કે મારા સરાઉન્ડીંગ મા આવા જ વ્યક્તિઓ છે. જે ક્યાક ને ક્યાંક લોકો ની પીડા લોકો નું દર્દ સમજી શકે છે અને એનું ત્વરિત નિર્ણય લાવી છે.
તમે GPSC, UPSC ની તૈયારી કરતા હો તો ઈથીક્સ હવે એક સિલેબસ તરીકે ભણાવવા મા આવે છે. 
જરા વિચારો સરકાર ને આ પેપર લાવવાની કેમ જરૂર પડી?
શુ આ પરીક્ષા પાસ કર્યા પછી, આ પેપર પાસ કર્યા પછી પણ નીતિમત્તા, માનવીય સંવેદના આપણી અંદર જીવિત છે? 
મીત્રો સરકાર મા કામ કરવાની એક અલગ મજા છે.
સરકારી નોકરી એક જોબ નથી પણ એક લાઇફ નો અમૂલ્ય અહેસાસ છે , એક ચેલેન્જ છે ત્યાં દરેક અરજદાર એક અલગ અનુભવ છે , દરેક પર એક સ્ટોરી લખી શકાય.  આ જોબ ને માણવાની હોય દરેક ક્ષણ જીવવાની હોય . 

કાયમ જો રહી જાય તો પયગંબરી મળે મરીઝ
દિલ માં જે દર્દ એકવાર હોય છે

© જીજ્ઞેશ

Post a Comment

0 Comments