demo ads

ચાલો જાણીએ બ્રહ્માંડ વિશે અવનવી વાતો










સૂર્ય પૃથ્વીથી લગભગ 150,000,000 કિલોમીટર (150મિલિયન કિમી) દૂર આવેલો છે.
તે પછીનો નજીકનો તારો આલ્ફા સેંટોરી છે. જે પૃથ્વીથી 40,000,000,000,000 કિલોમીટર દૂર આવેલો છે. શું તમે આ અંતરને કિલોમીટરમાં સરળતાથી વાંચી શક્યા ? કેટલાંક તારાઓ તો આનાથી પણ દૂર છે.

આટલાં મોટા અંતરને દર્શાવવા માટે બીજો એક એકમ પ્રકાશવર્ષ (light year) વપરાય છે. તે પ્રકાશ વડે એક વર્ષમાં કપાયેલું અંતર છે. યાદ રાખો કે પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડે 300,000 કિમી છે. એટલે સૂર્યના પૃથ્વીથી અંત૨ને 8 પ્રકાશ મિનિટ જેટલું કહી શકાય. આલ્ફા સેંટૌરીનું અંતર 4.3 પ્રકાશવર્ષ જેટલું છે




તમે જાણતા હતા ?
2006 સુધી સૂર્યમંડળમાં નવ ગ્રહ હતા. પ્લુટો સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ હતો. 2006માં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિક્લ યુનિયન (IAU) દ્વારા ગ્રહની નવી વ્યાખ્યા સ્વીકારવામાં આવી. આ વ્યાખ્યા મુજબ પ્લુટો બંધબસતો નહોતો. માટે હવે તે સૂર્યમંડળનો ગ્રહ રહ્યો નથી.


21 જુલાઈ, 1969ના દિવસે (ભારતીય સમય મુજબ) અમેરિકાના અવકાશયાત્રી, નિલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર સૌપ્રથમ વાર ઉતર્યા હતા. તેમની સાથે એડવિન આલ્ફીન હતા.


પ્રાચીન ભારતમાં ખગોળશાસ
આશરે 4000 વર્ષ પહેલાં રચાયેલા ઋગ્વેદમાં પ્રાચીન ભારતના ખગોળળશાસ્રનો અભ્યાસ દર્શાવવામાં આવ્યો છે.
ઘણાં ભારતીય વિદ્વાનોએ ખગોળશાસ્ત્રમાં ફાળો આપ્યો છે. ‘આર્યભટ્ટ' એ ખૂબ જ જાણીતા ખગોળશાસ્ત્રીઓમાંના એક છે. ખગોળશાસ્ત્ર અંગેનું આર્યભટ્ટનું કાર્ય તેમના લખાણ ‘આર્યભટ્ટીય’ માં મળી આવે છે. તેમણે તે 23 વર્ષની ઉંમરે 499 CE માં લખ્યું હતું. આર્યભટ્ટે જણાવેલો પૃથ્વીનો વ્યાસ હાલના તેના મૂલ્યની લગભગ નજીક છે. પૃથ્વી સ્થિર છે, તેવા જાણીતા મતને અવગણીને આર્યભટ્ટે જણાવ્યું કે પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ભ્રમણ કરે છે. તેમણે પૃથ્વીની પોતાની ધરી પર ભ્રમણનો સમય 23 કલાક, 56 મિનિટ અને 4.1 સેકન્ડ અંદાજિત કરેલો, જે હાલના મૂલ્યની ઘણી નજીક છે. તેમણે એ પણ યોગ્ય રીતે જણાવ્યું હતું કે ચંદ્ર અને ગ્રહો પરાવર્તિત સૂર્યપ્રકાશને કારણે ચમકે છે તેમણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે વૈજ્ઞાનિક સમજ પણ આપી હતી. જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. જયારે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે. ત્યારે સૂર્યગ્રહણ થાય છે. આર્યભટ્ટે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધ્યું હતું, જે હાલના જાણીતા મૂલ્યની ઘણી નજીક છે.


કલ્પના ચાવલા-અવકાશમાં પ્રથમ ભારતીય મહિલા
કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી છે. તેમનો જન્મ 17 માર્ચ 1962ના રોજ કરનાલ, હરિયાણામાં થયો હતો. તેમણે તેમની એરોનોટિકલ એન્જિનિયરીંગની સ્નાતકની પદવી પંજાબ એન્જિનિયરીંગ કોલેજ, ચંદીગઢમાંથી મેળવી હતી. ઈ.સ. 1982માં તે અમેરિકા ગયા અને યુનિર્વસિટી ઓફ ટેક્સાસમાંથી એરોસ્પેસ એન્જિનિયરીંગમાં અનુસ્નાતકની પદવી મેળવી તેમજ યુનિર્વસિટી ઓફ કોલોરેડોમાંથી એરોસ્પેસ એન્જિનિયરીંગમાં પી.એચ.ડીની પદવી મેળવી. ઈ.સ. 1988માં તેમણે NASA માં કામ કરવાનું શરૂ કર્યું અને ઈ.સ.1996માં તેમના પ્રથમ ઉડાન માટે પસંદગી પામ્યા. અવકાશમાં ઉડાન ભરનારા તેઓ ભારતમાં જન્મેલા પ્રથમ મહિલા અને બીજી ભારતીય વ્યક્તિ હતા. દુર્ભાગ્યવશ તેઓ 1 ફેબ્રુઆરી 2003ના રોજ બનેલી સ્પેસ શટલ કોલંબિયા હોનારતમાં જાન ગુમાવનારા સાત અવકાશયાત્રીઓમાંના એક હતા. તેઓ વિશ્વની ઘણી યુવા મહિલાઓ માટે આદર્શ હતા:


પ્રાચીન સમયમાં, પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં છે તથા ચંદ્ર, ગ્રહો, સૂર્ય અને તારાઓ તેની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેવી માન્યતા હતી. લગભગ 500 વર્ષ પહેલાં, પોલેન્ડનાં એક પાદરી તથા ખગોળશાસ્ત્રી નિકોલસ કોપરનિક્સ (1473 - 1543), દ્વારા એવી રજૂઆત થઈ કે સૌરમંડળના કેન્દ્રમાં સૂર્ય છે અને ગ્રહો તેની આસપાસ ફરે છે. તે એક ક્રાંતિકારી વિચાર હતો. ખુદ કોપરનિક્સ તેનાં પુસ્તકનું પ્રકાશન કરવામાં અચકાતો હતો. તેનું પુસ્તક તેના મૃત્યુના વર્ષ 1543માં પ્રદર્શિત થયું.
1609માં ગેલીલિયોએ તેનું પોતાનું ટેલિસ્કોપ રચ્યું. તેના ટેલિસ્કોપ દ્વારા તેણે ગુરુના ઉપગ્રહ, શુક્રની કળા અને શનિના વલયો જોયા. તેણે દલીલ કરી કે બધા જ ગ્રહો સૂર્યની જ પરિક્રમા કરતા હોવા જોઈએ, પૃથ્વીની નહીં.
માટે તમે જોઈ શકો છો કે વિચારો અને સિદ્ધાંતો વિકસે છે તથા બદલાય છે. તમારા પોતાના વિચારો વિશે શું કહેશો ? શું તમે તમારાં મનને નવા વિચારો કે જેનાં આધાર તરીકે પુરાવાઓ હોય તેને સ્વીકારવા માટે તૈયાર રાખો છો ?

Post a Comment

0 Comments