demo ads

સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી માટે શુ ન વાંચવું જોઈએ?

 



સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો માટે 

હાલનો સમય એવો છે કે શું વાંચવું એના કરતા શું ના વાંચવું એ અગત્યનું છે .

આજ હું શું ના વાંચવું એના પર પ્રકાશ પાડીશ 

બજાર માં ઘણી બધી એવી બુક ઉપલબ્ધ છે જેમાં એક પ્રશ્ન અને ચાર જવાબ મતલબ કે ઓપ્શન ટાઇપ ના પ્રશ્નો રીડ કરતા હોય છે. જો તમે હજી તૈયારી ની શરૂઆત જ કરી છે તો આ રીત ખોટી છે ક્યારેય ઓપ્શન વાળા પ્રશ્નો વાંચવા નહિ . કોઈ પણ ટોપિક ને પૂરી રીતે સમજી ને સ્વ્મુયાંકન માટે જ અને તમે જે ટોપિક રીડ કર્યો એના જ પ્રશ્નો વાંચવા .

આજે યુ ટ્યુબ માં હજારો લાઇવ લેકચર , વિડીઓ તમને મળી જશે જેમાં ઓપ્શન વાળા પ્રશ્નો ની તૈયારી કરાવતા હોય ,

મિત્રો ચેતી જજો 

થંભી જજો

રોકાઈ જજો 

તમારી યાત્રા માં ભૂલ છે 

અડચણ છે .


કોમેન્ટ કરો આંસર્ આપો જવાબ આપો , લાઇક કરો , શેર કરો , મિત્રો વધુ શેર કરો , આનાથી વિશેષ કાઈ હોતું નથી .

યુ ટ્યુબ માં આવા વિડીયો ક્યારેય જોવા નહિ . દરેક મફત ચેનલ સારું જ પીરસે એ ભૂલી જજો .

કોઈ પણ વિડીઓ જોતા પહેલા તેની કોમેન્ટ થી વિડીયો વિશે નો અભિપ્રાય કોઈને આપવો નહિ અને કારણ કે વિડીઓ ના સમર્થન મા અને વિરુધ્ધ માં લખનારા સંસ્થાના પૈડ લોકો અને અન્ય ચેનલ ના લોકો જ હોય છે તમે તમારી મૌલિક બુદ્ધિનો ઉપયોગ કરીને જ નિર્ણય કરવો .


ક્લાઈમેક્સ : કોઈ પણ પરીક્ષા ની તૈયારી કરતી ઓપ્શન વાળા પ્રશ્નો વાંચવા અને વિડીયો જોવા એ મુર્ખામી છે . કોઈ પણ ટોપિક ને બરાબર સમજી ,વાંચી ,વિચારી , સંવાદ કરી ને સ્વમુલ્યાંકન કરવું .


©જીજ્ઞેશ

Post a Comment

0 Comments