demo ads

કોઈ પણ લેવલે, શિક્ષક રોલ મોડેલ નહિ બની શકે તો ચાલશે. પહેલા સારો, મસ્ત દોસ્ત બને એ ઇચ્છનીય





કોઈ પણ લેવલે, શિક્ષક રોલ મોડેલ નહિ બની શકે તો ચાલશે. પહેલા સારો, મસ્ત દોસ્ત બને એ ઇચ્છનીય...


બાળકોને ઘરે મળવું જોઈએ એ નથી મળી રહ્યું.. તેઓ વાત કરવા માંગે છે.. ક્યાં ખુલે?? ખૂબ ખૂબ કિસ્સાઓ નજીકથી જોયા બાદ પુરી સાન ભાન થી આ પોસ્ટ મુકું છું. 


પોતાની ગરિમા જાળવવાના ચક્કરમાં બાળકો માટે ભડકો થઈને, એમને દૂર ન હડસેલશો... એક સાચો શિક્ષક એમને માર્ગદર્શન આપે એવું એમને ક્યાંય નથી મળવાનું. અને ખાસ કહીશ એમનો માર્ગ પ્રશસ્ત છે ... ઘણાયને દિશાઓ પણ દેખાય છે...ખાલી જરૂર છે આપણા હોંકારની અને ટેકાની..


કોલેજમાં આવી ગયા એમ માનીને મોટા થઈ ગયા એમ ન માનીએ.. એમ હજુ એક વર્ષમાં કે એડમિશન લેતા વેંત ક્યાંથી ગંભીરતા આવે?? એમના પ્રશ્નો નવા અને જુદા છે. પણ છે તો ખરા જ.


જો શિક્ષક તરીકે પ્રાથમિક થી લઈને પીએચડી સુધી ક્યાંય હોવ, તો ખાસ આત્મમંથન કરજો. તમારા કેબિનમાં બાળક કે વિદ્યાર્થી ઉત્સાહથી વગર બોલાવ્યે આવે છે ને? તમને એમની વાતો રસથી કરે છે ને? સિલેબસ ની અંદર જેટલું જ બહારનું ધ્યાન આપવું જ પડે એવો સમય પાકી ગયો છે..  બાકી તો મહિનાનો પગાર આવે અને વપરાય જ. આપણે ક્યાંય વપરાયા ?? સ્વયંને પૂછી જોઈએ. 😊


~અશ્વિની  

( Assistant Professor at Department of Nanoscience and Advanced material Saurashtra University)  

Post a Comment

0 Comments