demo ads

લોકશાહી માં વિપક્ષ નું મહત્વ


કોઈ પણ લોકશાહી દેશ માં વિપક્ષ એક મહત્વનું અંગ છે . વિપક્ષ જેટલો મજબુત હોય રૂલીંગ પાર્ટી પણ એટલી ચોકસાઈ થી કામ કરે છે. હાલ માં ઘણા સમય થી આપણા દેશ માં વિપક્ષ મુક્ત ભારત નો એક માહોલ તૈયાર થાય એવું લાગે છે. જે લોકો એ ૧૯૭૫ ની ઈમરજન્સી માં જીવ્યા છે એને ખબર હશે કે જે લોકશાહી માં કોઈ એક પક્ષ ને બધી સતા સોપી દેવામાં આવે તો દેશ માં શું હાલત થાય એ. ૧૯૭૫ ની ઈમરજન્સી દરમ્યાન જે પક્ષ વિરોધ પક્ષ માં હતો એની હાલત કેવી હતી અને જો વિરોધ પક્ષ ના હોત તો હાલત શું થઇ હોત , આ બાબતે મનોમંથન કરવું જોઈએ.

જો દેશ માં વિપક્ષ ના હોય તો રૂલીંગ પાર્ટી દ્રારા બનાવવા માં આવેલ નીતિઓની સમીક્ષા કોણ કરશે ?

વિપક્ષ કેવો હોવો જોઈએ ?

વિપક્ષ ની એક વિચારધારા હોવી જોઈએ.

 વિપક્ષ માં કે પક્ષ માં કે કોઈ પણ રાજનૈતિક પાર્ટી માં પરિવારવાદ ના હોવો જોઈએ.

લોકશાહીની સફળતા વિરોધી પક્ષોની રચનાત્મક ભૂમિકાના વિસ્તરણ પર આધારીત છે.

બંધારણમાં ઉલ્લેખિત તમામ સત્તાઓનો ઉપયોગ શાસક પક્ષ કરે છે. વિરોધી પક્ષ પણ અસરકારક રીતે કાર્ય કરે છે, અને શાસક પક્ષો કરતા તેમનું કાર્ય ઓછું મહત્વનું નથી.

એક કેન્દ્રમાં ચૂંટાયેલી સરકાર લઘુતમ સરકાર અને મહત્તમ શાસન સાથેકામગીરી કરે તે સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત અને અસરકારક વિરોધી પક્ષ જરૂરી છે.

A divided and weak opposition is more dangerous than the muscular ruling party to Indian democracy.

સ્વસ્થ લોકશાહી માટે વિપક્ષ મહત્વપૂર્ણ છે. વિપક્ષ વિના લોકશાહી ટકી શકે નહીં, 'તેમ કેન્દ્રિય મંત્રી રાજનાથસિંહે કહ્યું છે.

ફ્રી હીટ

“The king with none to censure him, bereft of safeguards all, though none his ruin work, shall surely ruined fall.”

જીજ્ઞેશ સંચાણીયા (4/3/2021 8:28 PM)

 

 

 

 

Post a Comment

0 Comments