demo ads

નાનીપાલખીવાલા









16 જાન્યુઆરી એટલે નાનીપાલખીવાલાનો જન્મ દિવસ
પારસી પરિવારમાં જન્મેલા એક મહાન વ્યક્તિ કે જેનું કેશવાનંદ ભારતી કેસના લીધે ઇતિહાસમાં નામ છપાઈ ગયું.
નાની પાલખીવાલાની દલીલો સાંભળવા કોર્ટમાં જગ્યા ન મળતી , બજેટના દિવસ પછી મુંબઈમા જ્યારે ભાષણ કરવા ઉતરે ત્યારે લાખોની મેદની અને સાંભળવા આતુર હોય આખું સ્ટેડિયમ એને સાંભળવા બુક થઈ જતું.
મૂળભૂત અધિકારોને બચાવવા માટે નાનીભાઈ એ મહત્વનું યોગદાન આપ્યું.
જે પણ લોકો અત્યારે વકીલાત ની પ્રેક્ટિસ કરી રહ્યા છે એમના માટે નાનાભાઈ એક પ્રેરણા પુરુષ છે.
ધ લો હેન્ડ પ્રેક્ટિસ ઓફ ઇન્કમટેક્સ પુસ્તક કે જેના લેખક જમશેદજી છે પરંતુ આ પુસ્તક બનાવવા પાછળ મોટા ભાગનો ક્રેડિટ નાનીપાલખીવાલાને જાય છે.
બેંકના રાષ્ટ્રીયકરણ, એંગ્લો ઇન્ડિયન કેસ, પ્રિવી પર્સ, અને કેશવાનંદ ભારતી કેસમાં અગત્યની દલીલો આપી. કેશવાનંદ ભારતી કેસમાં ૧૩ જજોની બેંચ હતી. જેમાં ૭:૬ ચુકાદો આવ્યો. અને નાનીપાલખીવાલાની ઐતિહાસિક જીત થઈ.
જજે ચુકાદો સંભળાવ્યો કે તમે બંધારણમાં ગમે તેવો ફેરફાર કરો પરંતુ બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર થવો જોઈએ નહીં. અને સાથે સાથે આમુખને બંધારણનો મહત્વનો હિસ્સો ગણાવ્યો.
ઇમર્જન્સી દરમિયાન ઇન્દિરા ગાંધીએ પોતાના મનપસંદ જજને ચીફ જસ્ટિસ બનાવ્યા, અને સાથે સાથે કેશવાનંદ ભારતી કેસને પુનઃ સમીક્ષા માટે ખોલવાનો તખ્તો તૈયાર કર્યો.
નાની પાલખીવાલા ફરી એક વખત મેદાનમાં આવ્યા ઐતિહાસીક દલીલો કરી . જજ સાહેબે ૧૩ જજોની બેન્ચ બનાવી . પરંતુ સરકાર તરફથી કોઈ પણ પ્રકારની રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી ન હતી, એટલે બીજા જજ લોકો એ પણ પ્રશ્ન ઉઠાવ્યા. તમામ જજ નું પ્રેશર આવ્યું ૧૨ નવેમ્બર ૧૯૭૫ના રોજ બેન્ચ ભંગ કરવામાં આવી.
નાનીપાલખીવાલા એક વખત હોસ્પિટલના ઉદ્ઘાટનમાં ગયા.
ત્યાં ડોકટર બદ્રીનાથના હાથમાં એમણે એક કવર આપ્યું જેમાં બે કરોડનો ચેક હતો . હોસ્પિટલમાં જયારે નાનીપાલખીવાલાની તકતી લગાવવા આવી ત્યારે તેમને આ વાત પસંદ ના આવી અને એમને પોતાની તકતી હટાવવા કહ્યું.
આટલા સહજ, સરળ અને ડાઉન ટુ અર્થ વ્યક્તિને જન્મ દિવસની હાર્દિક શુભકામના.
Jignesh sanchaniya

Post a Comment

0 Comments