demo ads

ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ

અખબારી યાદી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

વઘુ માહિતી તથા ફોર્મ માટે અહી ક્લિક કરો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર અખબારી યાદી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ની ઔપચારિક અને બિનઔપચારિક બંને શિક્ષણ પદ્ધતિઓનો સમાવેશ કરીને બહુમાર્ગીય અધ્યયન પ્રણાલી ઊભી કરવા માટે શાળા શિક્ષણનો વ્યાપ વધારવાની સંકલ્પનાને અનુરૂપ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિયમિત વિદ્યાર્થી તરીકે દાખલ થવા ઇચ્છતા ન હોય તેવા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરું પાડવા હેતુસર ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS)ની કાર્યપદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવવા નિર્ણય કરવામાં આવેલ છે. 

હાલ ધોરણ ૧૦ તથા ૧૨ (સામાન્ય પ્રવાહ) માં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓને GSOS મારફત પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉપરાંત વર્ષ ૨૦૨૩-૨૪ થી વિદ્યાર્થીઓ માધ્યમિક વિભાગમાં ધોરણ ૯ અને ૧૦નો તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહમાં ધોરણ ૧૧ અને ૧૨ નો અભ્યાસ પણ GSOS ના રજિસ્ટર્ડ વિદ્યાર્થી તરીકે કરી શકશે.

આ શાળામાં નિયમિત વિદ્યાર્થી તરીકે હાલ નોંધાયેલા ન હોય અને માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક (સામાન્ય
પ્રવાહ) નો અભ્યાસ કરવા માગતા હોય તેવા તથા કદી શાળાએ ન ગયેલ હોય તેવા અથવા શાળામાં દાખલ થયા
પછી અધવચ્ચેથી શાળા છોડી દીધેલ હોય તેવા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે
વિદ્યાર્થીઓએ પોતાના રહેઠાણની નજીક આવેલ કોઈપણ સરકારી કે અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર
માધ્યમિક શાળાનો સંપર્ક કરવાનો રહેશે.

• GSOS માં રજિસ્ટ્રેશન માટે કોઈ ફી લેવામાં આવશે નહી અને અભ્યાસ માટેની તમામ સેવા નિ:શુલ્ક રહેશે.

 • ગુજરાત રાજ્યના દરેક તાલુકામાં જે તે તાલુકામાં ચાલતી એક માધ્યમિક શાળાને GSOSના સ્ટડી સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવશે અને આ સ્ટડી સેન્ટરની પસંદગીમાં મોડેલ સ્કૂલ્સ, RMSA સ્કૂલ્સ અને સરકારી શાળાઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

*GSOS ખાતે નોંધાયેલ વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકો અને Gujarat Education Technologies Ltd. (GET) દ્વારા ઉપલબ્ધ કરાયેલ G-Shala સહિત તમામ ઈ-કન્ટેન્ટ વિના મુલ્યે પૂરું પાડવામાં આવશે.

*GSOS માં નોંધાયેલ વિદ્યાર્થીઓ માટેનું પ્રશ્નપત્ર પરિરૂપ અને વિષય માળખું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓ માટે અમલમાં હોય તે મુજબનું રહેશે અને તેમની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમિત વિદ્યાર્થીઓની સાથે જ યોજવામાં આવશે.

Post a Comment

0 Comments