demo ads

દાહોદ ની ભૂગોળ




દરેક વિસ્તાર ની મોન્સુન સિસ્ટમ અલગ અલગ હોય.
આપણા દેશમાં કેટલી વૈવિધ્યતા છે , વિશ્વનો સૌથી વઘુ વરસાદ (મોસીનરમ , મેઘાલય)અહી પડે છે અહી બારેમાસ લીલા જંગલો છે જેને વર્ષાવન કહેવામાં આવે છે , ડેન્સ ફોરેસ્ટ. જયારે રાજસ્થાન ના થાર ના રણ મા એવરેજ રેઇનફોલ ૧૦૦ મીમી હોય છે. 

કેટલાંક ઉચ્ચ પ્રદેશ તો કેટલાક પહાડી રાજ્યો તો કેટલીક જગ્યાએ સપાટ મેદાની પ્રદેશ. વરસાદ લાવવા માટે સૌથી અગત્ય નું પરિબળ છે વરસાદી પવનો ને રોકવા.
જ્યા વધારે વૃક્ષ હોય(પાનખર ના જંગલ નહિ હો) ત્યાંનું વાતાવરણ પણ ઠંડુ હોય , બાષ્પોત્સર્જન ના લીધે.
એટલે ઘનીભવન ની ઘટના ( વરાળ માથી પાણી) જલદી બને. 
ભારત મા જ્યા કોઈ પર્વતમાળા હોય એની પશ્ચિમ બાજુ વરસાદ વધુ પડે જ્યારે એની વિરૂધ્ધ દિશામાં સ્થિતિ વિપરતિ. 

દાહોદ છેલ્લા પાંચ વર્ષ થી વરસાદ ની સિસ્ટમ નો અભ્યાસ કર્યો.
અહી કોઈ મોટી અને લાંબી પર્વતમાળા નથી.
સપાટી મેદાન પ્રદેશ પણ નથી.
નજીક મા કોઈ સમુદ્ર પણ નથી.
ગાઢ જંગલો પણ નથી.
ઢોળાવ વાળો વિસ્તાર છે , મતલબ કે જવાળામુખી ફાટવાની તૈયારીમા હતો પણ બહાર નીકળી ના શક્યો. 

મોટે ભાગે અહી વરસાદ રાત્રીના સમયે આવે છે.
સવારે ઠંડક, બપોરે તડકો ઉનાળા જેવું વાતાવરણ
અને રાત્રે ધીમી ધારે ફરી વરસાદ શરૂ. 
નોર્થ હેમીસ્ફીયરની જેમ.

ઢોળાવ વાળો વિસ્તાર હોવાથી ,ગમે એટલો વરસાદના પડે પાણી વહી ને જતું રહે.
આ વર્ષ નો રૈનફોલ એવરેજ કરતા પણ ઓછો છે પણ છેલ્લા કેટલાય દિવસ થી રાત્રે સતત વરસાદ આ ઘટ પૂરી કરી દેશે. 

ભૂગોળ મારો ફેવરીટ વિષય છે.
કોઈ પણ જગ્યાએ જાવ એટ્લે હુ ત્યાંની જીઓગ્રાફી સ્ટડી કરું છું. 

Debate and discussion is the soul of the parliament
Let's discuss about geography 

#ભૂગોળ

#દાહોદ

© જિજ્ઞેશ

Post a Comment

0 Comments