demo ads

શિક્ષકોએ કામગીરી થી પીછે હઠ ન કરાવી જોઈએ.

શિક્ષકોએ કામગીરી થી પીછે હઠ ન કરાવી જોઈએ.

અવાર નવાર મેં સાંભળ્યું છે શિક્ષકો રજૂઆત કરવા પહોચી જાય છે. અમને ચુંટણી કામગીરી માંથી મુક્તિ અપાવો અમને વસ્તી ગણતરી માંથી મુક્તિ અપાવો.

શિક્ષકોએ આવું બિલકુલ ના કરવું જોઈએ. ચુંટણી પ્રક્રિયા એક રાષ્ટ્રીય કામગીરી છે. સરકાર આવડી મોટી જવાબદારી શિક્ષકોને સોપે છે કારણ કે આટલું પરફેક્ટ કામ શિક્ષક સિવાઈ કોઈ ના કરી શકે. શિક્ષકો સિવાય ચુંટણી શક્ય જ નથી. કોઈ મોટી પ્રાઈવટ કંપની ની CEO હોય,ભલે ગમે એટલી ડીગ્રી હોય ગમે એટલો ભણેલો હોવા છતાં તેને આ કામગીરી માં સામેલ કરવામાં આવતા નથી. તમામ શિક્ષકોને આ બાબતે ગર્વ લેવો જોઈએ કે સરકાર આટલા અગત્યના કામ માટે તમારી પસંદગી કરે છે. 

આ એક એવી કામગીરી છે જેમાં પોલીસ , શિક્ષક , ખેતીવાડી વિભાગ , રેવન્યુ, વર્ગ  ૧,૨ ના  અધિકારી બધા સાથે મળીને એક સંકલન સાથે કામ કરે છે. એવા તમામ અધિકારીઓ ને સલામ જે કોઈ પણ પ્રકાર ની ફરિયાદ વગર આ લોકશાહી ના પર્વ ને સફળ બનાવવા માટે પૂરી નિષ્ઠા થી ફરજ બજાવે છે. દરેક ચુંટણી એ એક નવો અનુભવ હોય છે.

જો ચુંટણી પ્રક્રિયા માં કવર ની કામગીરી  જટિલ કામગીરી હોય તો તેને સરળ બનાવવા માટે ચુંટણી આયોગ ને રજૂઆત કરાવી જોઈએ. પણ આ કામગીરી માંથી મુક્તિ મેળવવા માટે ક્યારેય રજૂઆત ના કરવી જોઈએ. 

ચાલો સાથે મળીને એક એવું ગ્રુપ બનાવીએ જે આવી રાષ્ટ્રીય કામગીરી માંથી મુક્ત થવા માટે રજૂઆત ના કરે.


પોલીસ વિભાગ માં SP સાહેબ,  DySP, PSI, PI , રેન્જ ઓફિસર   હવાલદાર , જમાદાર સુધી ના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ નો હું દિલ થી આભાર માનું છું જેઓ સતત અમને આવી રાષ્ટ્રીય કામગીરી માં સહકાર આપે છે. 


ફ્રી હીટ 

Government teacher’s job is dream for thousands of people.

Government work is God’s work.

જીજ્ઞેશ સંચાણીયા (5 /3/2021 10 :22  PM)

Post a Comment

0 Comments