demo ads

નિદાન કસોટી સ્કેન કરવાં બાબતે પરિપત્ર





 પ્રથમ સત્ર નિદાન કસોટી સંદર્ભે સૂચના

(1) ધોરણ ૩  થી ૫ ના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાના નથી. પ્રશ્નપત્ર ઘરે પહોચાડવાના છે.

(2) ધોરણ ૬  થી ૮ ના વિદ્યાર્થીઓને શાળા કક્ષાએથી પેપર લેવાના રહેશે. જે વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ આવી શકે 

તેમ  નથી અથવા આવતા નથી તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ પેપર તેમના ઘરે પહોચાડવાના રહેશે.અને ઉત્તરવહીમાં લેખન કરાવવા નું છે અને પરત મેળવવાના છે. 


(3) આ પ્રશ્નપત્ર કોઈપણ શાળા/શિક્ષકો બ્લેક બોર્ડમાં લખવાનું રહેશે નહી. તેમ છતાં આવી કોઈ ઘટના ધ્યાને આવશે તો સંબંધિત શાળાના મુખ્યશિક્ષક/વર્ગશિક્ષકની વ્યક્તિગત જવાબદારી નક્કી કરવામાં આવશે.

(4) આ પ્રશ્નપત્ર એકમ કસોટીના પ્રશ્નપત્રોની જેમ જ જિ લ્લા કક્ષાએથી બી.આર.સી/તા.પ્રા.શિશ્રી ના ઈ-મેઈલ થી મોકલી આપવામાં આવશે. જેની ગુપ્તતા જાળવવાની રહેશે. તેમજ સોશિયલ મીડિયામાં શેર કરવા કે જવાબ મૂકવા ની ઘટના ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની ખાસ નોંઘ લેશો.

(5) તાલુકા કક્ષાએથી કોઈપણ પેપર વ્હોટસએપ ના માધ્યમથી મોકવાનું રહેશે નહી. શાળાના ઈમેઈલ આઈડી પર મોકલી આપવાનું રહેશે.

(6) પેપર બોર્ડ પર લખાવવાનું નથી .તમામ બાળકને ફરજિયાત ઝેરોક્ષ કે પ્રિન્ટ આપવાની રહેશે. જે માટે આપને સમયમર્યાદામાં પેપર મોકલી આપવામાં આવશે. જેથી આપ તેની પુરતી સંખ્યામાં નકલ કરી શકશો/કરાવી શકો.

 (7) પ્રથમ સત્ર નિદાન કસોટી નિયત કાર્યક્રમ મુજબ જ લેવાની રહેશે.


નિદાન કસોટી પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

સ્કેનીંગ શીટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.



Post a Comment

0 Comments