demo ads

સોસીયલ મીડિયા ના માધ્યમ થી રૂપિયા ની માંગણી એક નવી સમસ્યા .

 





નમસ્કાર મિત્રો છેલ્લા ઘણા સમય થી તમે એવા ન્યુઝ સંભાળતા હશો કે ફેસબુક , ઇન્સ્ટા , ટવીટર, જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી, અને ફેક  પ્રોફાઈલ  બનાવીને રૂપિયા ની માંગણી કરવામાં આવે છે . વોટશએપ પણ હવે હવે પેમેન્ટ સુવિધા આપે છે એટલે ત્યાં પણ હેકરો પોતાનો પગ પેસારો કરી રહ્યા છે.  

તો આવે સાથે મળી ને એક જાગૃતિ ની અભિયાન ચાલીવીએ.

આજે મોટા ભાગે સોસીયલ મીડિયા એક્ટીવ , ફેમસ , જેના ફોલોઅર્સ વધુ હોય, એવા લોકો ટાર્ગેટ બની રહ્યા છે .

IAS,IPS ઓફિસર ના અકાઉન્ટ સૌથી વધુ હેક થઇ રહ્યા છે.

હેકર મોટે ભાગે હિન્દી ભાષા નો પ્રયોગ કરી ને રૂપિયા માંગશે .

નીચે આપેલી કેટલીક બાબતો વિષે ધ્યાન આપીએ.

અકાઉન્ટ હેક થવાના કારણો :

(૧) પાસવર્ડ નો ટાઇપ કોમન હોવો , જેમ કે મોટા ભાગના લોકો ફેસબુક માં પાસવર્ડ મોબાઈલ નંબર રાખે છે.

(૨) 1234567 આ પ્રકારના પાસવર્ડ

(૩) પાસવર્ડ માં સ્પેશિયલ અને આલ્ફાબેટ કેરેક્ટર નો ઉપયોગ ના કરવો.

અકાઉન્ટ હેક થવાથી બચવા શું કરવું ?

(૧) પાસવર્ડ બનાવતી વખતે સ્પેશિયલ કેરેકટર , આલ્ફાબેટ (સ્મોલ અને કેપિટલ ) , અને આંકડા નો ઉપયોગ કરવો .

(૨ ) ટુ સ્ટેપ વેરીફીકેશન નો ઉપયોગ કરવો.

કોઈ પણ વ્યક્તિ સોસીયલ મીડિયા થી પૈસા માંગે તો એક વખત કોલ કરી ને કન્ફર્મ કરી લેવું.

ટુ સ્ટેપ વેરીફીકેશન એટલે શું ?

ફેસબુક અને વોટશએપ માં ટુ સ્ટેપ વેરીફીકેશન કઈ રીતે કરવું ?

-ટુ સ્ટેપ વેરીફીકેશન એટલે પાસવર્ડ +OTP

વોટશએપ માં ટુ સ્ટેપ વેરીફીકેશન કરવા માટે ના પગલા

જમણી બાજુ ૩ ડોટ પર ક્લિક કરો

સેટિંગ > અકાઉન્ટ> ટુ સ્ટેપ વેરીફીકેશન> ENABLE  પર ક્લિક કરવું.

 

ફેસબુક  માં ટુ સ્ટેપ વેરીફીકેશન કરવા માટે ના પગલા

જમણી બાજુ ૩ લાઈન  પર ક્લિક કરો.

સેટિંગ એન્ડ પ્રાઈવસી > સેટિંગ> સીક્યુરીટી એન્ડ લોગીન > યુસ ટુ ફેક્ટર ઓથેન્ટીકેશન

તમારી બેદરકારી એજ હેકર નો પ્લસ પોઈન્ટ છે.

તમારી જાગૃતિ એ જ સલામતી.

ફ્રોડ કોલ કે મેસેજ થી આર્થિક નુકશાન જાય ત્યારે માણસ આર્થિક, અને માનસિક રીતે ખુબ જ ભાંગી પડે છે.

વધુ જાણકારી માટે ગુજરાત સાઈબર ક્રાઈમ વિભાગ ની ગાઈડ લાઈન ને ફોલો કરીએ  આવો સાથે મળી ને એક અવેરનેસ ક્રિએટ કરીએ અને ગુજરાત પોલીસ નું કામ સરળ બનાવીએ.

જીજ્ઞેશ સંચાણીયા (9106862293)

 

 

 

 

 

 

Post a Comment

0 Comments